વડાપ્રધાન મોદી હિન્દુત્વનો પાયો પણ નથી જાણતા
મનમોહન સરકારમાં ત્રણ વખત કરાઇ હતી સર્જિકલ સ્ટ્રાઇક,યુપીએ સરકારના સમયે એનપીએ ૨ લાખ કરોડ રૂપિયા હતી,મોદી સરકારના ૪ વર્ષમાં એનપીએ ૧૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ
જયપુર,તા.૧
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતા જ ચૂંટણી સંબંધી રેલીઓનો દોર તેજ થઇ ગયો છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારનાં રોજ રાજસ્થાનની મુલાકાતે છે. તેઓ ઉદયપુરમાં છે અને કારોબારીઓ સાથે મુલાકાત અભિયાન ચલાવી રહ્યાં છે. જાણો રાહુલ ગાંધીએ મહત્વનાં નિવેદનમાં શું કહ્યું?
રાહુલ ગાંધીએ હિંદુત્વનાં મુદ્દા પર પીએમ નરેન્દ્ર મોદીને ઘેર્યા. રાહુલે કહ્યું કે, હિંદુત્વનો સાર શું છે? ગીતામાં શું-શું કહેવામાં આવ્યું છે? આનું જ્ઞાન તો દરેક લોકોને છે, દરેક જગ્યાએ જ્ઞાન ફેલાયેલ છે. દરેક જીવિત વસ્તુની અંદર જ્ઞાન છે. આપણાં પીએમ કહે છે કે તેઓ હિંદુ છે પરંતુ તેઓ હિંદુત્વનાં પાયાને સમજતા નથી. તેઓ કેવા પ્રકારનાં હિંદુ છે?
રાહુલે વધુમાં એમ પણ જણાવ્યું કે, મોદી સરકારે ઉદ્યોગપતિઓનાં દેવાઓને માફ કર્યા. કુલ ૧૫ ઉદ્યોગપતિઓનાં દેવાઓને માફ કરી દેવામાં આવેલ છે. કરોડો હિન્દુસ્તાનીઓના દેવાને માફ નથી કરતા. મોટા લોકોનાં દેવાંને છુપા છુપાવીને માફ કરે છે. નોટબંધી એક સ્કેમ છે. આનો લક્ષ્ય નાના ઉદ્યોગોનાં સ્પાઇનનાં હાડકાંને તોડવાનો હતો. પછી ભલે નોટબંધી હોય અથવા તો ગબ્બરસિંહ ટેક્સ, આનું લક્ષ્ય મોટી-મોટી કંપનીઓનાં રસ્તાને ખોલવાનો હતો. આનો ઉદ્દેશ્ય એ હતો કે હિંદુસ્તાનનાં મોટા-મોટા ૧૫ ઉદ્યોગપતિઓને મોકો આપવાનો હતો.
તેઓએ જણાવ્યું કે, આ એક ખોટી ધારણા છે કે પ્રાઇવેટ સેક્ટર એજ્યુકેશન સંસ્થાન ઉત્તમ છે. આ દેશને સરકારી હેલ્થકેર સેવાઓ વિના નહીં ચલાવી શકાય. હિંદુસ્તાની સૌથી ઉત્તમ સંસ્થા સરકારી છે. સર્જિકલ સ્ટ્રાઇકનાં મુદ્દે પણ રાહુલે પ્રહાર કરતા કહ્યું કે, મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇકને રાજનૈતિક બનાવી દીધું. મોદી સરકારે આનો ફાયદો ઉઠાવ્યો.
શું તમે જાણો છો કે નરેન્દ્ર મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઇકની જેમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીના સરકારમાં ત્રણ વખ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી? જ્યારે આર્મી મનમોહન સિંહ પાસે આવી અને કહ્યું કે પાકિસ્તાન જે કરી રહ્યું છે એવામાં આપણે બદલો લેવાની જરૂર છે તો તેમણે કહ્યું કે, આપણે તેને પોતાના ઉદેશ્યો માટે ગુપ્ત રાખવાની જરૂર છે.
રાહુલે કહ્યું કે યુપીએ સરકારના સમયે NPA ૨ લાખ કરોડ રૂપિયા હતી. મોદી સરકારના ૪ વર્ષમાં NPA ૧૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. મોદી સરકારે અનિલ અંબાણી, મેહુલ ચોકસી, વિજય માલ્યા જેવા લોકોનુ લાખો કરોડો રૂપિયાનુ દેવુ માફ કરી દીધુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




