સુરત,તા.૧૯
પૂર્વ પત્ની પતિના ઘરે આવીને ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હતી. સુરતના ડભોલીના હીરા વેપારીના ઘરમાં પ્રવેશીને પૂર્વ પત્નીએ ખાવામાં ઝેર ભેળવીને જતી રહી હોવાની ફરિયાદ થઇ છે. પોલીસે પૂર્વ પત્નીની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી સ્થિત શુકનલેવી એપાર્ટમેન્ટમાં રહેતા દેવુલભાઇ દિનેશભાઈ ગઢિયા હીરા વેપારી છે. તેમણે શનિવારે ચોકબજાર પોલીસ મથકમાં મૂળ રાજકોટના પરંતુ મહેતનાગર, ડભોલી ચાર રસ્તા પાસે રહેતા એક્તાબેન દામજીભાઈ ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ એક્તાબહેન ગુન્હો કરવાના ઇરાદે ગત તા.૧૦મીએ બપોરે તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેમના ઘરમાં મૂકેલી ખાવાની વસ્તુઓમાં કોઇ ઝેરી દવા ભેળી દીધી હતી. તેઓ ઘરમાંથી થેલીમાં કંઇક ચોરી કરી લઇ ગયા હોવાનું સીસીટીવી ફૂટેઝમાં દેખાઇ આવ્યું હતું.
ઘટના અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે એક્તાબહેનની તેણીના માતા-પિતાના ઘરેથી ધરપકડ કરી હતી. આરોપી એક્તાબહેને ફરિયાદી દેવુલભાઇની પૂર્વ પત્ની છે. તેમના દોઢ માસ પહેલા છૂટાછેડા થયા હતા. જેને પગલે બદલો લેવા આવું કૃત્ય કર્યું હોવાની શક્્યતા છે. થેલીમાં કપડા લીધા હોવાનું એક્તાબહેનનું કહેવું છે. બનાવ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



