વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનિયા ગાંધીની વિરુદ્ધ વિધવા શબ્દનો આડકતરી રીતે ઉપયોગ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ યોજયો.

0
15

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીને કોંગ્રેસની ‘વિધવા’ જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આક્રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને વડાપ્રધાન પદની ગરિમા ન જાળવી દેશ તેમજ દુનિયાની મહિલાઓનું અપમાન કર્યું છે તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

વડાપ્રધાને તેમના ભાષણમાં ઉચ્ચારેલા કોણ વિધવા ખાઈ ગઇ જેવા શબ્દો બોલતાં વિરોધમાં સર્જાયો હતો.જિલ્લા યુવા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, યુથ પ્રમુખ શેરખાન પઠાણ,શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી,મહિલા પ્રમુખ ચેતના વસાવા સહિત કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જયારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસથી સંતાડી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું પૂતળું બાળીને આક્રોશ વ્યક્ત કરતાં પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY