વિદિશા,તા.૫
મધ્યપ્રદેશના વિદિશામાં હત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હત્યા કરવા માટે જે રસ્તો અપનાવવામાં આવ્યો છે તે ખુબ જ ભયાનક છે જેને સાંભળીને તમને વિચારમાં પડી જશો કે કોઈ આટલો નિર્દય કઈ રીતે હોય શકે છે. અહીં રાજપૂત કોલોનીમાં રહેતા એક વ્યકતિએ પોતાની પત્ની દુર્ગાની ગળું દબાવી હત્યા કરી નાખી. પત્ની ચીસો ના પડી શકે તેના માટે તેના મોઢામાં, આંખમાં અને નાકમાં ફેવી કવિક નાખી દીધી. દીકરીની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો અને આખા મામલે તપાસ કરી રહી છે.
દુર્ગા નાના પુત્ર શિવમ કુશવાહ વારા પોલીસને જણાવવામાં આવ્યું કે શુક્રવારે સવારે ૧૦ વાગ્યે તેને પોતાના દીકરા શિવમને બેંકમાં પૈસા ઉપાડવા માટે મોકલી આપ્યો. સાંજે ચાર વાગ્યે જ્યારે શિવમ ઘરે પાછો ફર્યો અને બારણું ખખડાવ્યું, ત્યારે તેને ચા લાવવા માટે નું બહાનું કાઢીને બહાર દુકાનમાં મોકલી આપ્યો. તે પછી, જ્યારે શિવમ ઘરે આવ્યો ત્યારે તેની માતા બેભાન પડી હતી. આંખો, નાક અને મોઢામાં ફેવી ક્વિક સાથે અટવાઇ ગયા હતા. તેમણે તરત જ શિવમ સાથે હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી.
શિવમે પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું કે તેના પિતા હલકેરામ તેની માતા સાથે ઘણીવાર દારૂ પીને મારપીટ કરતા હતા. આ પહેલા પણ તેના પિતાએ ઉંદર મારવાની દવા ખવડાવવાની કોશિશ કરી હતી. શિવમે પોલીસને જણાવ્યું કે તેઓ બે ભાઈ છે જેમાં મોટો ભાઈ ઇન્દોરમાં છે. શિવમ અનુસાર તેના પિતાએ જ તેની માતાની હત્યા કરી છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તેનો આરોપીને પકડવા માટે શોધ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




