૨૦૧૯ લક્ષ્યાંક,પીએમ મોદી વર્ષ-૨૦૧૯ કુંભ પર સીધી નજર રાખશે

0
258

દિલ્હી,તા.૫
આ વખતે ૬૫ વર્ષ પછી ફરી પ્રયાગનગરીમાં કુંભ મેળાનું આયોજન થશે, આ અત્યંત વિશિષ્ટ અને ઐતિહાસિક ઘટનામાં એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, અલ્હાબાદનો કુંભ મેળો સીધે સીધો વડાપ્રધાન મોદીની દેખરેખ હેઠળ થશે. ૧૯૫૪ માં, કુંભની તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હેઠળ દેખરેખ રાખવામાં આવ્યો હતો. ૧૯૫૪ પછી, વર્ષ હવે ૨૦૧૯ માં હશે જ્યારે કુંભ મેળાનું સંપૂર્ણ નિરીક્ષણ પીએમની નજર હેઠળ થશે.
તેના કારણે કુંભ મેળામાં પાર્ટી અને સીએમ તરફથી કોઈ પણ કસર બાકી નથી રાખવામાં આવી. ખબર એવી પણ આવી રહી છે કે પીએમ મોદી કુંભ મેળો શરુ થતા પહેલા તેનું નિરીક્ષણ કરવા માટે અલાહાબાદ જઈ શકે છે. પીએમ મોદી Îવારા લેવામાં આવી રહેલું આ પગલું એક રાજનૈતિક નિર્ણય જણાવવામાં આવી રહ્યો છે કારણે વર્ષ ૨૦૧૯ દરમિયાન ઈલેક્શન પણ આવી રહ્યા છે. તેના વારા એવું લાગી રહ્યું છે કે તેનો સકારાત્મક પ્રભાવ ઈલેક્શન પર પણ પડી શકે છે.
હિન્દૂ ધર્મમાં કુંભ મેળો એક મહત્વના પર્વ તરીકે ઉજવાય છે. કુંભનો પર્વ ૧૨ વર્ષના અંતરાલમાં આવે છે. આ મેળો આવતા વર્ષે અલાહાબાદમાં લાગશે. આ મેળો મકરસંક્રાંતિના દિવસે શરુ થાય છે અને એક મહિના સુધી ચાલે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY