મોદીજીએ ૧૫ લાખ ન આપ્યા પરંતુ અમે ૭૨ હજાર આપીશું : રાહુલ ગાંધી

0
29

વિજયવાડા,તા.૩૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આંધ્ર પ્રદેશના વિજયવાડામાં એક રેલીનું સંબોધન કર્યું હતું. રાહુલે આ દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું મોદી નથી. તેમણે ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું જે તેઓ પૂરૂ કરી શકિયા નથી. અમારી સરકાર દર વર્ષે ગરીબોને ૭૨ હજાર રૂપિયા આપશે.
રાહુલ ગાંધીએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અંગે જણાવ્યું હતું કે, જા કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. તેમણે વડપ્રધાન મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, મિસ્ટર મોદી પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન છે અને તેઓ રાજ્યના લોકોને આપેલા વચનો પૂરા કરી શક્્યા નથી. મને એ વતાની હેરાની થઇ રહી છે કે આંધ્ર પ્રદેશની પાર્ટીઓ આ મુદ્દે મોદીને આક્રમક રીતે ઘેરી રહી નથી.
આ સાથે ગરીબ વર્ગના લોકોને વાર્ષીક ૭૨ હજાર રૂપિયા આપવાના વચનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું મોદી નથી. હું ખોટું નથી બોલતો. તેઓ તમને ૧૫ લાખ રૂપિયા આપશે, આ એક જૂઠ હતું. તેમની સરકાર તમારા ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરવી શકી નથી પરંતુ અમારી સરકાર બનશે તો દેશના સૌથી ગરીબ વર્ગને દર વર્ષે ૭૨ હજાર રૂપિયા આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY