વીઆઈપી રોડ પર રાત્રે અકસ્માતમાં બાઈક સવાર પરપ્રાંતિ કામદારનું મોત

0
9

સુરત, તા. ૧૩
ગત રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે વીઆઈપી રોડ ભગવાન મહાવીર કોલેજથી સાંઈ રેસિડેન્સી તરફ જવાના રોડ પર બાઈક ચાલકïને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ અમરજીત સિંહનું મોત નીપજ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાંડેસરા શિવમનગર ખાતે રહેતો અમરજીત રાજદેવસિંહ ઉ.વ. ૩૨ મૂળ બિહારના ગયા જિલ્લાનો વતની છે અને સુરતમાં છેલ્લા ૭-૮ વર્ષથી પાંડેસરાની મિલમાં નોકરી કરે છે. ગત રાત્રે અમરજીતસિંહ કોઈ કામ અર્થે વીઆઈપી રોડ તરફથયો હતો. રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે અમરજીત પોતાની બાઈક પર ભગવાન મહાવીર કોલેજથી સાંઈ રેસિડેન્સી તરફ પસાર થતો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા અમરજીતને ટક્કર મારી નાસી ગયો હતો. વીઆઈપી રોડ પરથી પસાર થતા અન્ય રાહદારીઅો દ્વારા તાત્કાલિક ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા અમરજીતસિંહને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY