રાણપુર ફોરેસ્ટ નો સ્ટાફ રેલીમાં જોડાયો
આજે સમગ્ર વિશ્વ માં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એચ.એચ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ રાણપુરમાં આવેલ મુખ્યકુમાર શાળા નં-૨ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમા રાણપુર ફોરેસ્ટ કચેરી તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સિંહના મોહરા,ટોપી અને ટી શર્ટ પહેરીને રાણપુરના જાહેર રસ્તાઓ ઉપર રેલી કાઢવામાં આવી હતી જેમા બેનરો સાથે સિંહ બચાવો,ગુજરાતની શાન સિંહ છે,ગુજરાતનુ ગૌરવ સિંહ છે જેવા અનેક સુત્રો થી રાણપુરના જાહેર માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને રાણપુરના લોકોને સિંહ વિશે જાગૃત કર્યા હતા.સિંહની વસ્તી ઘટતી જાય છે ત્યારે સિંહ નામશેષ ન થઈ જાય તેથી સરકારશ્રીના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાણપુરમાં સિંહ દિવસની ઉજવણીને લઈને શાળાના બાળકો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ ઉજવણીમાં શાળાના આચાર્ય કાદરભાઈ કોઠારીયા,ઉદયકુમાર શાહ,નવનીતકુમાર ગામીત,ભાસ્કરરાય પટેલ ની સાથે રાણપુર ફોરેસ્ટના આર.એફ.ઓ-એમ.એમ.ભરવાડ તથા એ.સી.ડોડીયા,ગ્રુપ ઓફ નેચર ચારણકીના જશપાલ ખાચર,મયુર ખાચર,બી આર સી કો.આર્ડીનેટર બાલાભાઈ ખંડવી રાણપુર ફોરેસ્ટના સ્ટાફ માથી સુરેશભાઈ ભરવાડ,ઈમરાનભાઈ,ફતુભાઈ રૂપાભાઈ સોલંકી,છેલાભાઈ,દાનાભાઈ જોગરાણા સહીતના કર્મચારીઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


રિપોર્ટર-વિપુલ લુહાર (રાણપુર)
મો:-7698030233
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




