ભાવનગર,તા.૨૪
ભાવનગરના મહુવામાં રહેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરીયા અને તેની સાથે મહેશભાઇ હરેશભાઇ મજીઠીયા ગાંધીબાગ ખાતે ગત રાત્રે બેઠા હતા. ત્યારે બાઈક પર આવેલા ૪ શખ્સોએ તલવાર, છરી અને પાઈપ વડે બન્ને શખ્સો પર આડેધડ ઘા ઝીંકી હતા. આથી બન્ને લોહીલુહાણ થઇ પડી ગયા હતા. હુમલો કરી તમામ શખ્સો નાસી છૂટ્યા હતા. જેમાં જયેશભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને દુકાનો, રેકડીઓ અને કારમાં તોડફોડ કરી હતી. આજે બીજા દિવસે આ વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હોય તેમ કર્ફ્યૂ જેવો માહોલ જાવા મળી રહ્યો છે.
ઘટનાસ્થળે ૧૦૦ જેટલા ચોક્કસ જ્ઞાતિના લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને કુબેરબાગ, હેવન હોટલ તથા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે તોડફોડ શરૂ કરતાં પોલીસનાં ધાડા ઉતરી પડ્યા હતા. એકઠા થયેલા ટોળાને વિખેરી નાખ્યું હતું. આ અંગે ભાવનગર એસ.પી.ને જાણ થતાં તેઓએ તુરંત જ એલસીબી, એસઓજીનો કાફલો મહુવા ખાતે રવાના કર્યો હતો. અને પોતે એચ.સી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં જયેશભાઈને મૃત જાહેર કરતા તેઓએ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી પોતે મહુવા જવા રવાના થયા હતા. મહુવામાં પોલીસનો ચૂસ્ત બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજા દિવસે પોલીસ બંદોબસ્તમાં શાંતિભર્યો માહોલ જાવા મળી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




