વિયેતનામ,તા.૧૫
સૌરભ વર્માએ ચીનના સુન ફી ઝીયાંગને ૨૧-૧૨, ૧૭-૨૧, ૨૧-૧૪થી હરાવી રવિવારે વિયતનામ ઓપન બીડબ્લ્યુએફ ટૂર સુપર ૧૦૦ જીત્યો હતો. ૧૧-૪ની લીડ મેળવ્યા પછી સૌરભે ૨૧-૧૨થી પહેલી ગેમ જીતી હતી.બીજી ગેમમાં ચીનના ખેલાડીએ કમબેક કરીને મેચ જીવંત રાખી હતી, ત્યાર પછી બીજા ક્રમાંકિત ભારતીય ખેલાડીએ અંતિમ ગેમને ૨૧-૧૪થી જીતીને ટાઇટલ જીત્યું હતું.
અગાઉ, સૌરભે જાપાનના મિનોરો કોગાને ૨૨-૨૦, ૨૧-૧૫થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બીજા ક્રમાંકિત સૌરભે ૫૧ મિનિટની સેમિફાઇનલ મુકાબલામાં વર્લ્ડ નંબર ૧૧૨ મિનોરુને પરાજિત કર્યો હતો. નેશનલ ચેમ્પિયન સૌરભે ગયા વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપન ટાઇટલ જીત્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




