પરિવારજનોના ત્રાસથી પતિ અને પત્નીની નર્મદા નદીમાં મોતની છલાંગ

0
213

પતિનો કોઈ પત્તો નથી મળ્યો જ્યારે સ્થાનિક માછી મારો દ્રારા પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ.

ભરૂચ ના સરદાર બ્રિજ પરથી વડોદરાના પતિ અને પત્નીએ પરિવારજનોના ત્રાસથી આજ રોજ સવારે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું.

 

બનાવની મળતી માહિતી મુજબ વડોદરાના તરસાલી રોડ પર આવેલી અવધ સોસાયટીમાં રહેતા રવિન્દ્ર ખેરનાર અને તેની ધર્મપત્ની મયૂરી ખેરનાર સાસુ સસરા સાથે પારિવારિક ઝઘડાના કારણે અલગ રહેતા હતાં એમ છતાંએ સાસુ સસરા તેમજ ફોઈની છોકરી દ્રારા મયુરીને શારિરીક અને માનસિક હેરાન ગતિ કરવામાં આવતી હતી.

સાસરિયા ના ત્રાસથી કંટાળીને મયુરીએ આપઘાત કરવાનો વિચાર તેના પતિ રવિંદરને જણાવતા તેણે પણ તેની સાથેજ જીવન ટુકવાનો નિર્ણય કરી લીધો હતો.જેના પગલે તેવો એક દિવસ અગાઉ વડોદરા થી ભરૂચ આવી પહોંચ્યા હતા તેમને સરદાર બ્રિજ પરથી મોત ની છલાંગ મારવાનો ઈરાદો વડોદરા થીજ કરેલો હોઈ આખી રાત ભર બ્રિજ પરથી કુદવા માટેની તક શોધી રહયા હતા પરંતુ તેમને નદીમાં છલાંગ લાગવાનો મોકો મળ્યો ન હતો દરમ્યાન આજે સવારે ૧૦ વાગ્યાના સમયે તક મળતા બનેવે સાથે સરદાર બ્રિજ પરથી નર્મદા નદીમાં મોત ની છલાંગ લગાવી હતી.

જોકે નદીમાં માછી મારી કરી રહેલા સ્થાનિક નાવિકોએ તેમને જોઈ જતા તુરંત તે જગ્યા પર પહોંચી મયુરીને બચાવમાં સફળતા મેળવી હતી.જોકે તેના પતિ રવિન્દ્રનો કોઈ પત્તો મળ્યો ન હતો.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળ પર દોડી આવી ગુમ થયેલ માયુરીના પતિને શોધવાની કવાયત હાથ ધરી હતી.હાલ ચાલી રહેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીનું વહેણ ભારે હોઈ રવિન્દ્ર નદીમાં આગળ તણાઈ ગયો હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

જ્યારે સ્થાનિક નાવિકો દ્રારા બચાવેલી મયુરી ઇમરજન્સી સેવા ૧૦૮ દ્રારા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY