વડોદરા શહેરની કોર્પોરેશન દ્વારા શહેરી બસ સેવા PPP ના ધોરણે આપી છે. તેમાં આજે સ્માર્ટ સીટીના નામે ૨૦ કરોડનો જેટલી મોટી રકમ જીપીએસ અને બસના ટાઇમને કોમ્પુટરાઈઝ કરવા ખર્ચ કરી રહેલ છે. જે સ્પષ્ટ ભષ્ટ્રાચાર છે.
PPP ના ધોરણે પ્રાઇવેટ એજન્સીને શહેરી બસ સેવા ચલાવવાનો કોન્ટ્રાકટ આપેલ છે. જેમાં સામેથી કોર્પોરેશન નફામાં ભાગ લેવાને બદલે કોર્પોરેશન બસ સેવા ચલાવવા માટે એજન્સીને કરોડો રૂપિયા ચુકવે છે. શહેરને મોર્ડ્ર્ન જેવુ બનાવવા માટે ઘણી બધી સુવિધાઓની જરૂર છે.તેના માટે કરોડો રૂપિયાની જરૂર છે ..
ભાજપના શાસકો એ કામની ગંભીરતાને સમજીને લોકોની મૂળભૂત સમસ્યાઑ એટલી બધી છે. અને કોર્પોરેશનની નાણાંની અછ્ત છે તો કામની અગ્રિમતાને સમજવું જોઈએ .પરતું આ જીવંતદાખલો ભાજપના નેતાઓનું અણઘડ શાસન અને ભ્ર્શ્ટાચારનો મોટો દાખલો છે.
તો પછી ૨૦ કરોડ ખર્ચીને આ સેવા આપવાની કોઈ જરૂર નથી. તે નર્યો ભ્રષ્ટાચાર છે. જયારે શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સથે ગદા પાણીની સમસ્યા ,રોગચાળો, ઉભરાતી ગટરો અને રસ્તાઓની હાલત કરુણાજનક છે. કોર્પો.માં નાણાના અભાવ છે.અછ્ત છે. તેમાં સ્માર્ટ સીટીના નામે ૨૦ કરોડનો ખર્ચો બોગસ છે. જેને નહી કરવો જોઈએ. અને આ બીનજરૂરી ખર્ચ છે
આ બાબતે મુખ્યમંત્રી તથા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર ઉપાધ્યાય, મેયર જીગીશા શેઠ અને ધારાસભ્યોને રજુઆત મ્યુનિ. કાઉન્સીલર શ્રીમતિ અમી રાવતે કરી છે. કરી છે. અને વડોદરાના પ્રજાજનોના હિતમાં કામોની ગંભીરતાને જોઈને બેફામ કરોડો રૂપિયાનો ખર્ચ બંધ કરીને પાણી, ગટર, રોડ વિગેરે પ્રાથમિક સુવિધાઓને અગ્રીમતા આપવી જોઈએ. તેવી માંગણી કરી છે.
– શ્રીમતિ અમી રાવત
મ્યુનિ. કાઉન્સીલર, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન
9825802187 /50
Jago Vadodara
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


