દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ત્રણ-ચાર ડિગ્રી નીચુ તાપમાન

0
14

રાત્રિ સમયે શિયાળા જેવી ઠંડીનો અનુભવ
સુરત, તા. ૫
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળો શરૂ થઇ જતો હોય છે. છેલ્લા બે ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવેલ પલટાથી તાપમાનનો પારો સામાન્ય કરતા ત્રણથી ચાર ડિગ્રી નીચો નોîધાયો છે. પવનની દિશા બદલવાની સાથેડ ગરમીનો પારો ઉચકાશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.૨ï ડિગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨.૪ મીલીબાર નોધાયું છે. શહેરમાં દક્ષિણ-પિમ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અને અધિકત્તમ તાપમાન ૨૬ ડિગ્રી નોધાયું છે. વલસાડમાં ન્યુનત્તમ તાપમાન ૧૮ ડિગ્રી અને અધિકત્તમ તાપમાન ૨૮ ડિગ્રી નોîધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન સામાન્ય કરતા નીચુ છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલવાની સાથે ગરમીમાં વધારો નોધાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY