વોકેથોન, ગૌસેવા અને રક્તદાન દ્વારા બિરલા સેલ્યુલોસિકે સ્વ. શ્રી આદિત્ય વિક્રમ બિરલાજી ની 83મી જન્મજયંતિની ઉજવણી કરી

0
17

ખરચ, 14 નવેમ્બર, 2026: બિરલા સેલ્યુલોસિક, ખરચ દ્વારા દૂરંદેશી સ્થાપક સ્વ. શ્રી આદિત્ય વિક્રમ બિરલાજી ની 83મી જન્મજયંતિ નિમિત્તે આરોગ્ય, કરુણા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપતા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ બિરલાધામ સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમો દ્વારા સેવા, માનવતા અને સામાજિક જવાબદારીના શાશ્વત મૂલ્યોનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

ઉજવણીનો પ્રારંભ વોકેથોન (પદયાત્રા) દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ શારીરિક તંદુરસ્તી, સ્વસ્થ જીવનશૈલી અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવાનો હતો. આ વોકેથોનને યુનિટ હેડ શ્રી વિજયેન્દ્ર બાબુએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સહભાગીઓને સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તીને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા પ્રેરિત કર્યા હતા. આ વોકેથોનમાં 100થી વધુ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વાસ્થ્ય, એકતા તથા સક્રિય જીવનશૈલીનો સંદેશ ફેલાવ્યો હતો.

જીવમાત્ર પ્રત્યે કરુણા અને સંવેદનાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે ગ્રાસિમ જનસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગ્રાસિમ ગોકુલ ગૌશાળા ખાતે ગૌસેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા પશુકલ્યાણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ પશુઓની સંભાળ અને તેમના સુખાકારી પ્રત્યે સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા અને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા જન કલ્યાણ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન યુનિટ હેડ શ્રી વિજયેન્દ્ર બાબુના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આ ઉમદા પહેલની પ્રશંસા કરી કર્મચારીઓને માનવસેવાના આ પવિત્ર કાર્યમાં આગળ આવવા પ્રોત્સાહિત કર્યા હતા. શિબિરને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ કુલ 100 યુનિટ રક્તદાન કરીને માનવજીવન બચાવવાના ઉમદા કાર્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

આ ત્રણેય પહેલ દ્વારા આરોગ્ય, કરુણા, સેવા અને સામાજિક પ્રતિબદ્ધતા જેવા મૂળભૂત મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા, જે આદિત્ય બિરલા ગ્રુપના વારસાનો અભિન્ન હિસ્સો છે. આ કાર્યક્રમોએ વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉપરાંત સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે બિરલા સેલ્યુલોસિકની પ્રતિબદ્ધતાને પણ પુનઃસ્થાપિત કરી હતી.

આ તમામ કાર્યક્રમોની સફળતાપૂર્વકની ઉજવણી CSR ટીમ, આયોજન સમિતિઓ, તબીબી નિષ્ણાતો, કર્મચારીઓ, તેમના પરિવારજનો અને બિરલાધામ સમુદાયના સભ્યોના સંયુક્ત પ્રયાસોથી શક્ય બની હતી.

આ વિવિધ સેવાકીય પહેલો દ્વારા બિરલા સેલ્યુલોસિકે સ્વ. શ્રી આદિત્ય વિક્રમ બિરલાજી ને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ તેમના પ્રેરણાદાયી વારસાને યાદ કરી વધુ સ્વસ્થ, સંવેદનશીલ અને સામાજિક રીતે જવાબદાર સમાજના નિર્માણ માટેની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃદોહરાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY