વુહાન,તા.૨૪
ટોપ ભારતીય શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારે જીત મેળવીને એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ જાપાનની તાકાહાશી સયાકાને સીધી ગેમમાં પરાજય આપ્યો હતો. સિંધુએ શરૂઆતથી બદબદો બનાવી રાખ્યો અને માત્ર ૨૮ મિનિટમાં ૨૧-૧૪ ૨૧-૭થી જીત મેળવી હતી. ચોથી વરીયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી હવે આગામી રાઉન્ડમાં ઈન્ડોનેશિયાની ચોઈરૂનિસા સામે ટકરાશે.
બીજી તરફ વિશ્વની નવમાં નંબરની ખેલાડી સાઇનાએ ચીનની હાન યુએને પછાડી હતી. સાતમી વરીયતા ભારતીય પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ મજબૂતીથી વાપસી કરતા ૧૨-૨૧ ૨૧-૧૧ ૨૧-૧૭થી રોમાંચક જીત મેળવી હતી. લંડન ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના હવે દક્ષિણ કોરિયાની કિમ ગા યુન સામે ટકરાશે.
પુરૂષ સિંગલ્સમાં સમીર વર્માએ જાપાનના સકાઈ કાજુમાસા પર કાંટાના મુકાબલામાં ૨૧-૧૩ ૧૭-૨૧ ૨૧-૧૮થી મેળવી હતી. હવે વિશ્વના ૧૫માં નંબરના ખેલાડીનો સામનો હોંગકોંગના નિગ કા લોંગ એંગુસ સામે થશે. પુરૂષ ડબલ્સમાં એમ આર અર્જુન અને રામચંદ્રન શ્લોકના હારવાથી સફર પૂરી થઈ ગઈ હતી. મહિલા ડબલ્સમાં મેઘના જોકામપુડી અને પૂર્વિશા એસ રામની જોડી થાઈલેન્ડની જોંગકોલફાન કિટિટહારાકુલ અને રાવિન્ડા પ્રજાંગજાઈની જોડી સામે ૨૧-૧૩ ૨૧-૧૬થી હારી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




