અમદાવાદ,તા.૪
શહેરમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આનંદનગર અને સોલા બાદ હવે અમરાઇવાડી વિસ્તારમાં પણ વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ઓટોપાટ્ર્સની દુકાનમાં નોકરી કરતા એક યુવકનું અપહરણ કરીને વ્યાજખોરોએ તેની ઓફિસમાં લોખંડની પાઇપથી ફટકારતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મૂડી અને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાંય વ્યાજખોરોએ ર.૭પ લાખ રૂપિયાની માગણી કરીને યુવકનું અપહરણ કરી માર મારવાની સાથે જા પૈસા નહી ચૂકવે તો તેની પત્નીની આબરૂ લેવાની ધમકી આપી હતી. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા અને ઓટો સ્પેરપાટ્ર્સની દુકાનમાં નોકરી કરતા ૩૪ વર્ષીય વિજય મલ્હોત્રાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધમાં અપહરણ અને માર મારવાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે જૂન-ર૦૧૭માં વિજયે ઘોડાસર વિસ્તારમાં હરિઓમ ઓટોપાટ્ર્સ નામની દુકાન શરૂ કરી હતી, જેમાં માલ ભરવા માટે અમરાઇવાડી વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે કલ્લુ રાજપૂત પાસેથી પ૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. વિજય દર મહિને ૬રપ૦ રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. નવેમ્બર મહિનામાં વિજયે કલ્લુ પાસેથી એક લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા, જેમાં કલ્લુએ પહેલાંના પ૦ હજાર અને દસ હજાર રૂપિયા વ્યાજ કાપીને વિજયને આપ્યા હતા. વિજય કલ્લુને દરરોજના બે હજાર રૂપિયા વ્યાજ આપતો હતો. વીસ દિવસ સુધીમાં વિજયે ૪૦ હજાર રૂપિયા કલ્લુને ચૂકવી દીધા હતા. વિજયનો ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી તેણે કલ્લુને વ્યાજ ઓછું કરવાની વાત કરી હતી. વિજયની વાત સાંભળીને કલ્લુએ રોજનો એક હજાર રૂપિયા હપ્તો કરી આપ્યો હતો. જેમાં તેણે ૧૭ દિવસના ૧૭ હજાર રૂપિયા હતા. ત્યારબાદ વિજયે કલ્લુને દરરોજનો પ૦૦ રૂપિયા હપ્તો આપ્યો હતો, જેમાં તેને ૬૦ દિવસ સુધી રૂપિયા ૩૦ હજાર ચૂકવી દીધા હતા. વિજયની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેણે ધંધો બંધ કરી દીધો હતો. ધંધો બંધ થઇ જતાં તેણે કલ્લુને વ્યાજ આપવાનું પણ બંધ કરી દીધું હતું. વિજયે ઓટો સ્પેરપાટ્ર્સની દુકાનમાં નોકરી શરૂ કરી હતી ત્યારે તેના મોબાઇલ પર કલ્લુનો ફોન આવ્યો હતો, જેમાં તેણે ધમકી આપી હતી કે મારા રૂપિયા આપી દે નહીં તો તું અમદાવાદમાં દેખાઇશ તો તને ચાકુ મારી દઇશ. તા.ર૯ જૂનના રોજ વિજય પોતાનું બાઇક લઇને અમરાઇવાડી વિસ્તારથી જતો હતો ત્યારે કલ્લુના માણસ પ્રદ્યુમને તેને ઊભો રાખ્યો હતો.
પ્રદ્યુમન વિજયના બાઇકને સાઇડમાં મુકાવીને જબરદસ્તી એકિટવા પર બેસાડીને કલ્લુની ઓફિસે લઇ ગયો હતો. વિજયને ગેરકાયદે ઓફિસમાં પૂરી દીધો હતો, જેમાં કલ્લુએ તેની પાસે ર.૭પ લાખ રૂપિયા માગ્યા હતા. વિજયે રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં કલ્લુએ તેને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો અને તેની પત્નીની આબરૂ લેવાની ધમકી આપી હતી. કલ્લુએ કડક ઉઘરાણી કરતાં સાત દિવસમાં રૂપિયા આપી દેવાની ધમકી વિજયને આપી હતી અને તેનું એકિટવા પણ પડાવી લીધુ હતું. કલ્લુની ઉઘરાણીથી કંટાળીને તેણે ગઇકાલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આરોપી વ્યાજખોરો વિરૂધ્ધમાં તપાસ શરૂ કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


