વ્યારા ખાતે અભયમ મહિલા સંમેલન યોજાયું .

0
61

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલમાં ગુજરાત રાજય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ બી.એચ ઘોડાસરાના અધ્યક્ષસ્થાને અને ઘેટા અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીભાઇ ખાંબલિયાની ઉપસ્થિતિમાં અભયમ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા ઉપાધ્યક્ષ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં જ સૌને સમાન ગણવામાં આવ્યા છે એમ કહી તેમણે સરકાર બહેનોને પણ સમાન તક મળે એ માટે સતત કાર્ય કરી રહી છે એમ જણાવી તેમણે સમાજ વ્યવસ્થામાં બહેનોનું સ્થાન ખૂબ અગત્યનું છે ત્યારે બહેનો પણ શિક્ષણ મેળવી, તેમના કુંટુંબીઓ, પડોશીઓને શિક્ષણ સાથે જોડી વિકાસની મુખ્યધારામાં સામેલ થાય એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. વધુમાં તેમણે દરેક વ્યક્તિમાં જન્મથી જ એક આગવી પ્રતિભા પડેલી હોય છે, આ પ્રતિભાને ઉજાગર કરવાનું કાર્ય શિક્ષણ કરે છે એમ જણાવી તેમણે રાજય અને કેન્દ્ર સરકારની અનેકવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.

ઘેટા અને ઉન વિકાસ નિગમના વાઇસ ચેરમેન અમરશીભાઇ ખાંભલિયાએ છેવાડાની માનવીની પણ આ સરકાર ચિંતા કરે છે એમ જણાવી તેમણે સરકારના મહિલા સશક્તિકરણને લગતા કાર્યક્રમોની સરાહના કરી ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટેનું સુરક્ષા કવચ હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર એન.કે. ડામોરે પણ બહેનોને સામાજીક, શૈક્ષણિક  અને આર્થિક રીતે સશક્ત થવા માટે શિક્ષણ મેળવવા આગ્રહ કરી મહિલાઓ પોતાના હક અને અધિકાર માટે જાગૃત થાય એ જરૂરી છે એમ જણાવ્યું હતું. તેમણે શોષણ સામે પ્રતિકાર કરવો હશે તો અજ્ઞાનતાના અંધકારને દુર કરવો પડશે એમ વધુમાં ઉમેર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરીએ મહિલાઓને કાયદાઓની જાણકારી આપી વિવિધ કાયદાઓ હેઠળ કરવામાં આવેલી જોગવાઇઓ અંગે વિગતે છણાવટ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન નારી અદાલતના ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર યોગીતાબેન ચૌધરીએ નારી અદાલત, નારી અદાલતના કાર્યો અંગે વિગતવાર સમજ આપી હતી. ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇનના રીનાબેન ગામીતે ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન, હેલ્પલાઇનની કામગીરી અને હાલ સુધીમાં હેલ્પલાઇનને મળેલા કોલ તેમજ નિકાલ કરવામાં આવેલા કોલની માહિતી આપી હતી. ઉર્વશીબેન ગામીતે તાજેતરમાં લોન્ચ થયેલ ૧૮૧-અભયમ મોબાઇલ એપ વિશે જાણકારી આપી હતી. મંચસ્થ મહાનુભાવોએ મહિલાઓના કલ્યાણક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર બહેનોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કર્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર.એ.રંગુનવાલાએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન લિમજીભાઇ ગામીતે અને આભારવિધિ દહેજ પ્રતિબંધક અધિકારી ધર્મેશભાઇ વસાવાએ આટોપી હતી.

કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન ચૌધરી, જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન રેહાનાબેન ગામીત, વ્યારા નગરપાલિકાના માજી પ્રમુખ દિપાલીબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, તમામ તાલુકાઓમાંથી આવેલ બહેનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY