રાજસ્થાનમાં બેલેટ બાક્સ રસ્તા પર પડેલુ જાવા મળ્યું : બે અધિકારી સસ્પેન્ડ

0
8

જોધપુર,તા.૮
મધ્ય પ્રદેશમાં ઈવીએમને લઈને ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હવે રાજસ્થાનમાં ગંભીર ભુલ સામે આવી છે. રાજસ્થાનમાં ચૂંટણી પૂરી થયાના એક કલાક બાદ એક બેલેટ યુનિટ રસ્તા પર પડેલું જાવા મળ્યું હતું. આ બનાવમાં ચૂંટણી પંચે બેદરકારી દાખવવા બદલ બે પોલ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.
બારના જિલ્લાના કિશનગંજ વિધાનસભા મત વિસ્તારના શાહબાદ વિસ્તારમાંથી બેલેટ યુનિટ રસ્તામાં પડેલું જાવા મળ્યાં બાદ અબ્દુલ રાશીક અને પતવારી નવલ સિંઘને ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં
મધ્ય પ્રદેશની ચૂંટણી દરમિયાન પણ ભોપાલ ખાતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં દોઢ કલાક સુધી વીજળી બંધ કરી દેવામાં આવી હતી. સાગર ખાતે ૨૮મી નવેમ્બરના રોજ ચૂંટણી પૂરી થયાના ૪૮ કલાક પછી પોલીસ ઓફિસર ૫૦ જેટલા ઈવીએમ લઈને આવ્યા હતા. જેને લઈને ભારે વિવાદ થયો હતો. આ મામલે ચૂંટણી પંચે સ્પષ્ટિકરણ આપવું પડ્યું હતું. આમ હજી આ વિવાદ શાંત પડ્યો પણ નથી ત્યાં રાજસ્થાનમાં ચૂંટણી અધિકારીઓની ગંભીર ભુલ સામે આવી છે.
ગઈ કાલે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. સાંજે પાંચ વાગ્યે મતદાન પુરૂ થયું હતું. મતદાન પુરૂ થયા બાદ તમામ મતદાન કેન્દ્ર પરના ઈવીએમ એક જગ્યાએ એકત્રીત કરીને તેને સુરક્ષીત રીતે મુકવામાં આવે છે. પરંતુ રાજસ્થાનના કિશનગંજ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન પુરૂ થયાના એક કલાક બાદ રોડ પર બેલેટ યુનિટ રસ્તા પર રીતસરનું રઝળતું જાવા મળ્યું હતું. જે ચૂંટણી કર્મચારીઓની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ ઘટનાની જાણ થયા બાદ કેટલાક અધિકારીઓએ તેને કબજે કર્યું હતું. પરંતુ આ ગંભીર ભૂલ સામે આવતા ચૂંટણી પંચની ભારે ટીકા થઈ રહી છે.
ચૂંટણી પંચે તત્કાળ કાર્યવાહી હાથ ધરતા અબ્દુલ રાશીક અને પતવારી નવલ સિંઘ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી હતી. બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
આ અગાઉ એક સેક્ટર ઓફિસર રિઝર્વ મશિન સાથે બીજેપીના ઉમેદવાર મદન રાઠોરના ઘરે જવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં ચૂંટણી પંચે પોલ રિટ‹નગ ઓફિસર મહાવીરની પણ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY