કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ ૠષિઓનું સન્માન કરાયું

0
43

વ્યારા, તા.૧૮

વ્યારા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્રમાં રાજયના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. કૃષિ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન વ્યારા તાલુકાના પ્રગતિશીલ ત્રણ ખેડૂતોને કૃષિ ઋષિના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન રાજય મંત્રી પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા ધાટ ગામના ખેડૂત ગણેશભાઇ માધુભાઇ ચૌધરીને વેલાવાળા શાકભાજીની ખેતીમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ રૂ. ૨૫,૦૦૦નો ચેક અને ટ્રોફી, સરકુવા ગામના ચીમનભાઇ છેપટીયાભાઇ ગામીતને વેલાવાળા શાકભાજીની ખેતીમાં સિદ્ધિ બદલ રૂ. ૧૦,૦૦૦નો ચેક અને ટ્રોફી અને બેડકુવા નજીકના પશુપાલક શશિકાંતભાઇ બાબુભાઇ ગામીતને પશુપાલનમાં સિદ્ધિ બદલ રૂ. ૧૦,૦૦૦નો ચેક અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સેન્દ્રિય ખેતી ક્ષેત્રે સિદ્ધિ બદલ ખુટાડિયા ગામના અજયભાઇ કિશનભાઇ ગામીત, બેડકુવાનજીક ગામના મંગુભાઇ ગામીતને પશુપાલન ક્ષેત્રે સિદ્ધિ અને ઉંચામાળાના જશુબેન છકાભાઇ ચૌધરીને વર્મીકંપોસ્ટ ખાતર બનાવવાની સિદ્ધિ બદલ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY