‘હાઉસફૂલ-૪’માં જ્હોની લીવર પુત્રી સાથે ચમકશે

0
8

મુંબઈ,તા.૧
સિનિયર કોમેડિયન જ્હોની લીવર અને એેની પુત્રી જેમીને સુપરહિટ કોમેડી સિરિઝ હાઉસફૂલની ચોથી કડી માટે સાઇન કરવામાં આવ્યાં હોવાની જાણકારી મળી હતી.
સાજિદ નડિયાદવાલાની આ કોમેડી સિરિઝ પહેલા મણકાથી જ સુપરહિટ નીવડી હતી. આ ફિલ્મને મલ્ટિસ્ટાર પણ કહી શકાય એટલા બધા કલાકારો એમાં ચમક્યાં હતાં. એની ત્રણ કડી આવી ચૂકી છે. હાલ ચોથી કડી બની રહી છે. એ માટે જ્હાની લીવર અને જેમીને સાઇન કરવામાં આવ્યાં હતાં.
ચોથી કડીમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સનોન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા ચમકી રહ્યાં છે. અગાઉ આ ફિલ્મનું ડાયરેક્શન સાજિદ ખાન કરી રહ્યા હતા. પરંતુ એની સામે સેક્સ્યુઅલ ગેરવર્તનનો આક્ષેપ મૂકાતાં અક્ષય કુમારે સાજિદ નડિયાદવાલાને કહ્યું હતું કે ડાયરેક્ટર બદલો. ત્યારબાદ હું ફરી શૂટિંગમાં સામેલ થઇશ. એટલે નિર્માતાએ સાજિદ ખાનને પડતો મૂક્યો હતો.
સ્ક્રીપ્ટમાં જેમી પોતાના પિતાની સાથે કોમેડી કરશે. જો કે અક્ષય કુમાર અને રિતેશ સાથે પણ એેના સીન્સ છે એવી જાણકારી મિડિયાને આપવામાં આવી હતી. આ કોમેડીમાં પુનર્જન્મની વાત વણી લેવામાં આવી છે અને આ કોમેડી બે ભાગમાં વહેંચાઇ છે. પિતા પુત્રી બંન્જ ભાગમાં ચમકવાના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY