વ્યારા, તા. ૧૯
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા અને આર.ટી.અો ચેકપોસ્ટ, સોનગઢ ખાતે કામ સબબ આવતી વ્યક્તિઓ સિવાયની અનધિકૃત વ્યક્તિઓના વેશ પર તિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા તરફથી જારી કરવામાં આવ્યું છે.
જાહેરનમામાં જણાવ્યા અનુસાર આ બંને કચેરીએ રોજે રોજ જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય છે. અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તેવા અરજદારો સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી સદરહુ કચેરી/ચેકપોસ્ટ પર આવતી જાહેર જનતા કે અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી વૃતિ કરી રહેલ ઇસમોના વેશ પર તિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા. ૦૬/૦૯/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


