લગ્ન બાદ દીપિકાનો ખુલાસો : ‘રણવીર સાથે કેઝ્યૂઅલ રિલેશન ઇચ્છતી હતી’

0
8

મુંબઈ,તા.૩૧
બોલિવુડના ટાપ કપલ્સમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગત ૧૪-૧૫ નવેમ્બરના ઇટલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા. લગ્ન પહેલા આ કપલે ૬ વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. જાકે દીપિકા-રણવીરે કિયારે પણ પોતાના રિલેશનશિપને લઇને સત્તાવાર રીતે જાહેરાત કરી ન હતી.
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે પોતાના લગ્ન અને રણવીર સાથે પોતાની રિલેશનશિપને લઇને ખુલીને વાત કરી. તેણે ઇન્ટરવ્યૂમાં ખુલાસો પણ કર્યો કે, તે રણવીરની સાથે ઓપન રિલેશનશિપ રાખવા ઇચ્છતી હતી.
દીપિકાએ કÌš કે, ”હું ઘણા રિલેશનશિપ્સમા રહી ચૂકી હતી અને મારો વિશ્વસા તૂટી ગયો હતો. મેં જ્યારે રણવીરને મળી ત્યારે હું આ રિલેશનશિપથી થાકી ગઇ હતી. મેં કિયારે પણ કોઇને કેઝ્યૂઅલી ડેટ કર્યુ ન હતુ. હું ૧૩ વર્ષની ઉંમરથી રિલેશનશિપમાં રહી છુ. હવે મારા લગ્ન થઇ ગયા છે તો હું આ તમામ વાતો જણાવી શકું છું.” દીપિકાએ આગળ કહ્યુ કે, ”પછી તે એક વર્ષની હોય કે ૨-૩, તમામ પ્રોપર રિલેશનશિપ્સ હતી, કેમકે મેં તમામ ૧૦૦% આપ્યુ હતુ. આ માટે ૨૦૧૨માં રિલેશનશિપ પૂરી થયા પછી મેં નિર્ણય કર્યો કે હવે બહુ થયુ હું કેઝ્યૂઅલ ડેટિંગ ટ્રાઇ કરવા ઇચ્છુ છુ. હું કોઇને બંધાઇને રહેવા માંગતી ન હતી.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY