સાબરમતી રિવરફ્રન્ટમાં સહેલાણીઓ માટે પીવાનાં પાણીની સુવિધા જ નથી

0
165

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓનાે સાબરમતી રિવરફ્રન્ટ ડ્રીમ પ્રોજેક્ટ છે. સવાર અને સાંજ મોર્નિંગ વોકર્સ માટે પણ રિવરફ્રન્ટ મનગમતું સ્થળ છે. તેમ છતાં રિવરફ્રન્ટમાં સહેલાણીઓ અને વોકર્સ માટે પીવાના પાણીની સુવિધા નથી.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટનો વિકાસ કરાયો છે. ઇવેન્ટ સેન્ટર, ફ્લાવર ગાર્ડન, રિવરફ્રન્ટ પાર્ક, ગુજરી બજાર, ધોબીઘાટ, રિવરફ્રન્ટની બંને તરફ રોડ વગેરેની સુવિધાથી સાબરમતી રિવરફ્રન્ટ સોહામણો બન્યો છે. સહેલાણીઓ માટે વોટર બેઝડ રિક્રિએશન એક્ટિવિટીઝનો પણ ધમધમાટ ચાલે છે.

ગઇ કાલે શહેરના શાસકોએ રિવઆંબેડકરબ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધી સાબરમતી નદીને સમાંતર રોડ થવાથી નારોલ, મણિનગર સહિતના વિસ્તારનું ગાંધીનગર સાથે પણ જોડાણ થઇ શકશે. રિવરફ્રન્ટના બીજા તબક્કા પાછળ તંત્ર દ્વારા રૂ. ૯૦૦ કરોડ ખર્ચાશે.

ગઇ કાલે મળેલી રિવરફ્રન્ટની બેઠકમાં બીજા તબક્કામાં છેક ઇન્દિરાબ્રિજ સુધી રિવરફ્રન્ટને લંબાવવાથી બંને બાજુએ કુલ ૩૪ કિમી લંબાઇ ધરાવતો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર થશે. આ માટે ૯૦૦ કરોડનો ખર્ચ થશે. તેની સામે પીવાના પાણીની સુવિધા પણ ઊભી કરાઈ નથી.

૨૦૧૩માં સુભાષબ્રિજ ગાર્ડન અને ઉસ્માનપુરા ગાર્ડન અને વર્ષ ૨૦૧૫માં ફ્લાવર ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો હતો. આ ત્રણ બગીચામાં નાગરિકો માટે એક એક વોટર કૂલરની સગવડ છે, પરંતુ આ બગીચામાં ઠંડું પાણી પીવા જવા માટે લોકોને એન્ટ્રી ફી ચૂકવવી પડે છે. બીજી તરફ કાંકરિયા લેકફ્રન્ટમાં સહેલાણીઓ માટે છ સ્થળે વોટર કૂલરની વ્યવસ્થા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY