૫ વર્ષની ધ્યાની બની ઈન્ડિયાની યંગેસ્ટ ફેમસ યુટયુબર

0
1

વાંકાનેર,તા.૨૯
વાંકાનેરમાં રહેતી ધ્યાની જાનીએ માત્ર પાંચ વર્ષની નાની ઉંમરમાં પોતાની યુટયુબ ચેનલ થકી સમગ્ર ઇન્ડિયામાં ફેમસ બની ગયેલ છે. હાલમાં બી.બી.સી. ન્યુઝ દ્વારા ઈન્ડિયાની ટોપ છ ઇન્ટરનેટ સેલિબ્રિટીમાં ધ્યાની જાનીને સ્થાન આપતા માત્ર વાંકાનેર જ નહિ સમગ્ર ગુજરાતનું નામ રોશન કરેલ છે.વાંકાનેરમાં રહેતી ધ્યાની જાની એ માત્ર ચાર વર્ષની ઉંમરમાં પોતાની યુટયુબ ચેનલ બનાવી વિડિયો બનાવવાનું ચાલુ કરેલ હતું. પરંતુ જોત જોતામાં એના વિડિયો લોકોને એટલા પસંદ આવી ગયા કે માત્ર ચાર વર્ષની ઉંમરમાં ધ્યાની જાની યંગેસ્ટ સુપર સ્ટાર બની ગઈ.
લોકો તો તેના ફેન બન્યા જ સાથે સાથે ગુજરાતી ફિલ્મ કલાકારો પણ આ ચાર વર્ષની બાળકીના ફેન બની ગયા છે. ગુજરાતના મોટાભાગના ફિલ્મી કલાકારો તેની સાથે વીડિયો બનાવી ચુકેલ છે અને હાલમાં ધ્યાની જાની માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં ફેમસ બની રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY