૪ જાન્યુઆરીના રોજ ૨૦ ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરશે પાકિસ્તાન

0
22

પોરબંદર,તા.૨૯
ભારતના દરીયાકિનારાના ૪૯૨ જેટલાં માછીમારો પાકિસ્તાનમાં કેદ થયેલા છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે ૪ જાન્યુઆરીના રોજ ૨૦ માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ માછીમારો ૬ જાન્યુઆરી,૨૦૨૦ ના રોજ વાઘા બોર્ડર પરથી ભારત પરત ફરશે.
જાણવા મળ્યું છે કે, પાકિસ્તાન કેદમાંથી મુક્ત થનારા ભારતીય માછીમારોના નામની યાદીનું લીસ્ટ પાકિસ્તાન સરકારે ભારતને મોકલી આપ્યું છે. હવે ભારતીય માછીમારોને તેઓ વાઘા બોર્ડર પરથી પછા મોકલશે. ઉલ્લેખનીય છે કે આ માછીમારો આંધ્રપ્રદેશ અને પંજાબના હોવાને કારણે વાઘા બોર્ડરથી ટ્રેન મારફત ૭ જાન્યુઆરીના રોજ દિલ્હી મોકલવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY