પાકિસ્તાને ભારત સીમા નજીક હેલિપેડ અને બે હથિયારોના સ્ટોરેજ બનાવ્યા

0
11

બીએસએફ રિપોર્ટમાં ધડાકો
ન્યુ દિલ્હી,તા.૨૩
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ગૃહમંત્રાલયને મોકલવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને ભારત નજીક તેમના સીમા વિસ્તારોમાં સુરક્ષાની તૈયારીઓ મજબૂત કરી લીધી છે. બીએસએફના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને બહાવલનગર અને જેસલમેરમાં આવેલા રહિમયાર ખાનમાં બે હથિયારોના સ્ટોરેજ બનાવ્યા છે. જેથી તેઓ ખૂબ ઓછા સમયમાં તેમના જવાનોને હથિયાર અને ગોળા-બારૂદ પુરા પાડી શકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે હથિયારોના સ્ટોરેજમાં હેલીપેડ પણ બનાવ્યા છે. જેથી તેઓ જરૂર પડે ત્યારે તેમના જવાનોને જરૂરી બધી જ મદદ પહોંચાડી શકે.
બીએસએફ દ્વારા ગૃહમંત્રાલયને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં જણાવ્યું છે કે, રહીમયાર ખાન ડેપો ભારત-પાક સીમાથી માત્ર ૩૫ કિમીના અંતરે જ આવેલું છે. અહીં પાકિસ્તાને હથિયારના સ્ટોરેજમાં ઘણાં બન્કરો પણ બનાવવામાં આવ્યા છે. જેથી તેઓ તેમના હથિયારોને ઇન્ડિયન એરફોર્સના હુમલાથી પણ બચાવી શકે અને ખતરનાક મિસાઈલને સીમાની એકદમ નજીક પણ છુપાવી શકે.
ખાનગી એજન્સીના એક રિપોર્ટમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે,ISIએ ભારત અને પાકિસ્તાન સીમા પર લાગેલા થર્મલ ઈમેજિંગ ડિવાઈસને બેઅસર કરવા આતંકીઓને એન્ટી થર્મલ જેકેટ્‌સ આપવામાં આવ્યા છે. આ જેકેટ્‌સની સૌથી ખાસ વાત એ છે કે, આતંકીઓ બહુ આરામથી દેશની સીમામાં દાખલ થઈ શકે. ખાનગી એજન્સીઓના આ રિપોર્ટ પછીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઈએસઆઈએ પાકિસ્તાની સેનાના તે ખાસ યુનિટને એન્ટી થર્મલ જેકેટ્‌સ આપ્યા છે જે આતંકીઓને ભારતની સીમામાં ઘુસણખોરી કરવા માટે મદદ કરી રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY