અલાસ્કા,તા.૨૩
અમેરિકાનાં અલાસ્કા રાજ્યમાં ૬.૩ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.ભારતીય સમય સવારે ૯.૦૫એ આ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનો આંચકો લગભગ ૧૧૫ કિમી સુધી અનુભવાયો હતો અને જમીનથી ૧૧ કિમી નીચે આ ધ્રુજારી આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અંતરિયાળ એવા એન્દ્રએનઓફ આઇલેન્ડ હોવાનો અલાસ્કા અર્થક્વેક સેન્ટરે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૧૩ ઓગસ્ટે પણ અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૪ નોંધાઇ હતી. ભૂકંપનો કેન્દ્ર કાકટોવિક ગામથી ૬૪ કિમી દૂર દક્ષિણ પશ્ચિમ વિસ્તારનો એક ગામ હતો. ભૂકંપનાં આંચકા અલાસ્કાથી ૬૪૪ કિમી દૂર દક્ષિણમાં પણ અનુભવાયા હતા.
આ અગાઉ ૨૩ જાન્યુઆરીએ પણ ભૂકંપના આંચકા આવ્યા હતા, ત્યારબાદ પ્રભાવિત ક્ષેત્રમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૮.૧ નોંધાઇ હતી. ભૂકંપની તીવ્રતા અત્યંત વધુ હતી જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



