દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધવાને બદલે ઘટી : સુરતમાં ૧૯ ડિગ્રી

0
4

નવસારી લઘુત્તમ ૧૫ અને વલસાડમાં ૧૬ ડિગ્રી તાપમાન
સુરત, તા. ૧૪
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળો જામી રહ્ના છે. રાત્રે અને મળસ્કે શહેરી વિસ્તારમાં ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ફુલગુલાબી ઠંડલી અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને ઠંડી વધશે તેવી આગાહી હવામન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં અધિકત્તમ તાપમાન ૩૬.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨.૪ મીલીબાર નોંધાયુ છે. શહેરમાં સવારથી ઉત્તર દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. રાત્રે અને મળસ્કે શહેરમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અધિકત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૫.૭ ડિગ્રી નોંધાયું છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અધિકત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૧ ડિગ્રી નોંધાયુ઼ છે. વલસાડ અને નવસારી જિલ્લાના આંતરિયાળ ગામડાઅોમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. જ્યારેશ હેરી વિસ્તારમાં રાત્રે અને મળસ્કે ઠંડી અનુભવાય છે. આગામી દિવસોમાં શિયાળો જામે તેવી શક્યતા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY