વરાછામાં વેપારીના બંધ ફલેટમાં ચોરી

0
10

સુરત, તા. ૧૪
વરાછા ઈન્દ્રપંથ એપાર્ટમેન્ટના ફલેટનો દરવાજા તોડી અંદર પ્રવેશી રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે ૮૦ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની એક ફરિયાદ વેપારીએ વરાછા પોલીસ મથકમાં નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમરવાડા-વરાછા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે અલકેશભાઈ હિંમતભાઈ ખૂંટ વેપાર-ધંધા સાથે સંકળાયેલા છે. તેઅો દિવાળી વેકેશન દરમિયાન ફલેટનો દરવાજા બંધ કરી બહાર ગામ ગયા હતા. નઆ દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ફલેટના દરવાજાનો નકુચો તોડી રોકડા રૂપિયા ૪૭ હજાર ૧૨ ગ્રામની સોનાની વીટી કિંમત રૂ. ૩૦ હજાર, ૩ હજાર રૂ.ની કિંમતની ટાઈટની ઘડિયાળ મળી કુલ્લે ૮૦ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયચા હતા. વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એપાર્ટમેન્ટમાં સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY