ઓટો મોડ પર મૂકેલા વોશિંગ મશીનમાં આગ ફાટી નીકળી ખળભળાટ મચ્યો

0
20

વડોદરા,તા.૧૪
વોશિંગ મશીનમાં કપડાં નાંખ્યા બાદ ઓટો મોડ ઉપર મૂકી દેવું કેટલું હિતાવહ છે. તે બાબતને ઉજાગર કરતો કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે. શહેરના હરણી-વારસીયા રીંગરોડ ઉપર એક મકાનમાં ઓટો મોડ ઉપર મુકેલા વોશિંગ મશીનમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. સદભાગ્યે પાડોશીઓની સમય સૂચકતાની મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હરણી-વારસીયા રીંગ રોડ ઉપર ૩૧૦, પ્રમુખ પ્રિત સોસાયટીમાં પ્રકાશભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓની દીકરીએ રોજની જેમ મકાનની પાછળ ચોકડીમાં મૂકેલ વોશિંગ મશીનમાં ધોવા માટે નાંખ્યા હતા. પ્રકાશભાઇ પટેલને ટ્યુશન ક્લાસમાં જવાનું મોડું થતું હોવાથી તે ઘરમાં હાજર તેઓની દાદીમાંને વોશિંગ મશિન ઓટો મોડ ઉપર મૂકયું છે. તેમ જણાવીને નીકળી ગઇ હતી.
આ સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરી હોવાથી ફાયર બ્રિગેડ પણ સ્થળ પર પહોંચી ગયું હતું. અને આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. નોંધનીય બાબત એ છે કે, કપડાં નાંખીને ઓટો મોડ ઉપર મુકેલા વોશિંગમાં લાગેલી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાય હોત. આ કિસ્સો વોશિંગ મશીનમાં કપડાં નાંખીને ઓટો મોડ ઉપર ઘરની બહાર નીકળતા લોકો માટે લાલબત્તી સમાન છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY