ટીટુખડકની લાવરી નદીમાં યોગનિદર્શનનો અનોખો કાર્યક્રમ યોજાયો

0
37

વલસાડઃ વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પાનવા-ટીટુખડક ખાતેની લાવરી નદીમાં યોગ નિદર્શન કરી અનોખું આકર્ષણ જમાવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્‍ય સરકારની સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત લાવરી નદીને પુનર્જીવીત કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું હતું. જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણના માર્ગદર્શન હેઠળ આજે વિશ્વ યોગદિન નિમિત્તે લાવરી નદીના પટમાં યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આ યોગ નિદર્શન કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક બી.કે.વસાવાની નિગરાની હેઠળ શાળાના બાળકો, ગ્રામજનો, શ્રમિકો, વિવિધ સંસ્‍થાના સભ્‍યો, ગામના સરપંચ સહિત અમલીકરણ અધિકારીઓ અને યોગપ્રેમીઓ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY