લોસએન્જલસ,તા. ૨૧
હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સલમા હાયેક ૫૦ વર્ષથી ઉપરની થઇ હોવા છતા તેની ખુબસુરતી અને ફિટનેસ અકબંધ છે. તે હજુ સતત સક્રિય રહેલી છે. તે હાલમાં બે નવા પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે.તેની પાસે જે ફિલ્મ રહેલી છે તેમાં ડ્રન્ક પેરેન્ટ્સ અને હેમિગ્ટનબર્ડનો સમાવેશ થાય છે. બન્ને ફિલ્મ ક્યારેય રજૂ કરાશે તે અંગેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવ નથી. ૫૦ વર્ષથી ઉપર પહોંચી હોવા છતાં સલમા હાયેકની ખુબસુરતી હજુ અકબંધ રહી છે. તેની પાસે સાર ફિલ્મો આવી રહી છે. ફિલ્મ હાઉ ટુ બી લેટિન લવરમાં તે છેલ્લે ચમકી હતી. સલમા હાયેકની ફિલ્મને લઇને તેના લાખો કરોડો ચાહકો ભારે ઉત્સુક રહેલા છે. વર્ષ ૧૯૯૦માં પોતાની કેરિયરને આગળ વધારી દેવાના મક્કમ ઇરાદા સાથે સલમા હાયેક હોલિવુડ પહોચી હતી. મેક્સીકોમાં જન્મેલી અને ઉછરેલી સલમા હાયેક મેક્સીકોમાં મોટી સંખ્યામાં ચાહક વર્ગ ધરાવે છે. સલમા હાયેકની શિખવાની પ્રવૃતિ આજે પણ અકબંધ રહી છે. સ્પેનિશ અને ઈંગ્લીશ ભાષા બન્નેમાં તે ખાસ પ્રકારની કુશળતા ધરાવે છે. બિયેટ્રીઝ એટ ડિનેર સ્ટાર હાલમાં ભાષાને લઇને પોતાની કુશળતાના કારણે ભારે જાણીતી રહી છે. સલમા હાયેકે પોતાના દેશની ભાષાને લઇને જે જ્ઞાનની હાલમાં વાત કરી હતી તેના કારણે તમામ લોકો ચોંકી ગયા હતા. સલમા હાયેક હોલિવુડની સૌથી મોટી સ્ટારમાં હમેંશા જાણીતી રહી છે. અનેક હસ્તીઓ સાથે તેમના સંબંધને લઇને પણ ચર્ચા રહી છે. પોતાના વતન દેશ મેક્સીકોની ભાષાને લઇને હાલમાં કેટલીક બાબતનો સલમા હાયેકે ખુલાસો કર્યો હતો. સલમા હાયેક હજુ પણ હોલિવુડની ફિલ્મોમાં સતત સક્રિય રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



