પીએનબી મહાકૌભાંડઃ આ સાત ગંભીર ભૂલો ઉપર કોઈની નજર કેમ ન પડી????

0
167

ન્યુ દિલ્હી,

પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાડે રાજકીય રંગ પકડી લીધો છે. કોંગ્રેસ અને ભાજપ બંને આ ફ્રોડની જવાબદારી એક બીજાના માથે નાખી રહ્યા છે. જાકે તેમ છતાં ફ્રોડ દરમિયાન કેટલીક ભૂલો થઈ છે. જેના પર હજુ સુધી લોકોનો ધ્યાન ગયુ નથી. ત્યારે કૌભાંડની સાત મોટી ભુલ પર નજર કરીએ તો.
જ્યારે લેટર ઓફ અંડર ટેકિંગ જાહેર કરાય ત્યારે તેને બેન્કને મોકલવામાં આવે છે. જે તે પ્રક્રિયામાં મુખ્ય છે..આ કેસમાં ૨૦૧૦થી સતત ઘણી વખત લેટર ઓફ અંડરટેકિંગ જાહેર કરાયો. પરંતુ સવાલ તે છે કે, દરેક વખતે તેને વિદેશી બ્રાંચમાંથી મંજૂરી કોણ આપતુ હતું.
લેટર ઓફ અંડર ટેકિંગ જાહેર થયા બાદ બે બેન્કોની વચ્ચે સંધિ પ્રક્રિયા થાય છે.જે લોનની પ્રક્રિયાની તપાસ કરી છે.ત્યારે આ કેસમાં આ પ્રકારની કોઈ પ્રક્રિયાનું પાલન થયુ નથી.
જા લોન ચુકવવાનો નિયત સમય વિતી જાય છે તો બેન્કની તરફથી ઓડિટ કરવામાં આવે છે. તેવામાં શું કોઈ પણ બેન્ક ઓડિટરે આ પ્રકારની ચિંતા તરફ ધ્યાન નહી આપ્યુ હોય તેવો સવાલ થઈ રહ્યો છે
જ્યારે પણ લેટર ઓફ અંડર ટેકિંગ જાહેર થાય છે તો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. જાકે આ કેસમાં વારંવાર નાના લેવલના અધિકારીઓનું નામ જ સામે આવે છે.
લેટર ઓફ અંડર ટેકિંગ બાદ બેન્ક ખાતાની બ્રાન્ચ અને હેડ ઓફિસ લેવલ પર ઈન્ટરનલ તપાસ કરતી હોય છે..આ પ્રક્રિયાની તપાસ આરબીઆઈ લેવલ પર પણ થાય છે..જાકે આ મામલે તેમાં ગડબડી જાવા મળી છે.
ચીફ વિજીલેન્સ ઓફિસર જે પણ તપાસ કરે છે તે બેન્કના એમડીને નહી પરંતુ ચીફ વિજિલન્સ કમિશનરને રિપોર્ટ કરે છે. પરંતુ જા આ કૌભાંડ સાત વર્ષથી ચાલતો હતો તો શું કઈ પણ અધિકારીના નજરે ગડબડી જાવા ન મળી.
દરેક બેન્કના બોરડ ઓફ ડાયરેક્ટરમાં એક આરબીઆઈના અધિકારી સામેલ હોય છે. જાકે આ કેસમાં કોઈ પીએનબી કે કોઈ આરબીઆઈ લેવલના અધિકારીને ગોટાળાની ખબર ન પડી તે વાત કઈ રીતે શક્્ય બને તે સવાલ ઉઠી રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY