ગણનાપાત્ર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી હાંસોટ પોલીસ

0
254

ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધીક્ષક એલ.એ.ઝાલાની સુચના મુજબ પ્રોહીબીશન અંગેની કડકમાં કડક અમલવારી સબબ હાંસોટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.જી.ગીરનારનાઓને બાતમી હકિકત મળેલ કે,હાંસોટ ટાઉનમાં કાજી ફળીયામાં રહેતા મુજફફીર ઉર્ફે ગોરૂ બશીર શેખનાઓ હાંસોટ ટાઉન વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમી હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા અલગ-અલગ ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ મી.લી. વાળી કુલ બોટલ નંગ-૫૭૧ કિં. રૂ. ૫૭,૧૦૦/-નો પ્રોહીબીશન મુદ્દામાલ કબ્જે કરી મુજફફીર ઉર્ફે ગોરૂ બશીર શેખનાઓને પકડી પાડવા તજવીજ હાથ ઘરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY