ડેડીયાપાડા ના ઘાંટોલી ગામે અન્યના ઝગડામાં છરી ના ઘા વાગતા પત્ની ની હાલત ગંભીર

0
209
રાજપીપલા :
નર્મદા ના ડેડીયાપાડા તાલુકા ના ઘાંટોલી ગામે રહેતા ફરિયાદી મુળજી ગેરિયા ગોવાળિયા અને તેની પત્ની ગામની દુકાને થી સામાન લઈ ઘરે આવતા હતા ત્યારે તેનાજ ફળિયામાં રહેતા દમણિયા રડતીયા કોટવાડીયા તેની પત્ની સાથે ઝગડો કરી તેને મારતો હોય ફરિયાદી ની પત્ની વચ્ચે પડી તેમ ન કરવા જણાવતા ઉશ્કેરાઈ ગયેલા દમણિયા એ તેને છરી લાવી મારવા જતા તેનો પતિ મુળજી વચ્ચે પડતા તેને વાગી ગયા બાદ પત્ની વચ્ચે આવતા મુળજી ની પત્ની ને પણ ઉપરાછાપરી છરી ના ઘા મારી ગંભીર ઈજાઓ કરી મુળજી ને પણ ઇજા ઇજા થતા બંનેને રાજપીપલા સિવિલ લવાયા હતા પરંતુ મુળજી ની પત્ની ને ગંભીર ઇજા હોવાથી તેને વડોદરા રીફર કરાઈ હતી જેથી પોલીસે આ ઘટના માં જીવલેણ હુમલો હોવા બાબતે છરી ના ઘા મારનાર આરોપી દમણિયા વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ ના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત મુળજી ની પત્ની ની તબિયત ગંભીર ઇજાના કારણે નાજુક છે ત્યારે હાલ ડેડીયાપાડા પોલીસે કલમ  307 અને   504 નો ગુનો નોંધી દમણિયા ની ધરપકડ કરી આગળની તપાશ હાથ ધરી છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY