અંકલેશ્વર ખાતે કેન્‍દ્રીય મંત્રી સુરેશ પ્રભુના હસ્‍તે FDDI નું લોકાર્પણ કરાયું

0
186

ભરૂચ(સોમવાર):-
અંકલેશ્વર ખાતે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુના હસ્તે FDDI નું લોકાર્પણ કરાયું હતું. દેશમાં રોજગારીની તકો અને અર્થતંત્ર આગળ વધારવા સરકારે ૨૦ સેક્ટર શોધી કાઢ્યા છે અને દરેક સેક્ટર માટે અલગ અલગ પેકેજ બનાવી રહી છે. તેમ કેન્દ્રીય રેલ્વે મંત્રી સુરેશ પ્રભુ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, ચર્મ ઉદ્યોગના વિકાસ માટે સરકાર દ્વારા ૨૬૦૦ કરોડનું પેકેજ ફાળવ્યું છે. ફૂટવેર લગતા શિક્ષણથી નવી રોજગારી અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આ સંસ્થાથી મળશે. વિશ્વકક્ષાનું અંદાજિત ૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે આ કેમ્પસ ઉભું કરાયું છે. અંકલેશ્વર જીઆઇડીસી ઈ.એસ.આઈ.સી.હોસ્‍પિટલની બાજુમાં અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ફૂટવેર ડિઝાઇન એન્‍ડ ડેવલપમેન્‍ટ ઇન્‍સ્‍ટિટયૂટનું લોકાર્પણ કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી સુરેશ પ્રભુના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના એફ.ડી.ડી.આઈના મુખ્‍ય પ્રબંધક અરુણકુમાર સિન્‍હા, ડિપાર્ટમેન્‍ટ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટના ડીરેટર અનિલ અગ્રવાલ, એફ.ડી.ડી.આઈના મોતીલાલ સહીત જિલ્લા આગેવાન યોગેશભાઈ પટેલ, એ.આઈ.એ અંકલેશ્વરના પ્રમુખ મહેશ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભણી અને રહી શકે તેવી સંપૂર્ણ વ્‍યવસ્‍થા સાથેનું સજ્જ કેમ્‍પસને વિશ્વ કક્ષાનું હોવાનું જણાવતા કેન્‍દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્‍યું હતું કે ચર્મ ઉદ્યોગો પરાંપરાગત પેઢી દર પેઢી ચાલી આવતો ઉદ્યોગ છે જે મરણ પથારી પર હતો. જેને બેઠો કરવા કેન્‍દ્ર સરકાર દ્વારા વિશેષ ૨૬૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
અંકલેશ્વર કેમિકલ અને ફાર્મસ્‍યુટીકલ ઉદ્યોગ માટે જાણીતું હતું હવે ચર્મ ઉદ્યોગના કારણે વિશ્વમાં ડંકો વગાડશે અને આનાથી નવી રોજગારી તેમજ નવા ઉદ્યોગો ઉભા થશે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી કેન્‍દ્ર સરકાર અર્થતંત્રમાં સુધારા અને દેશમાં રોજગારી
માટે અનેક પ્રયત્‍ન કરી રહી છે. દેશની અર્ધી વસ્‍તી યુવાન છે અને દરેક રોજગારી મળે તે માટે સ્‍કિલ ડેવલપમેન્‍ટ માટે વિવિધ ઇન્‍સ્‍ટ્રીટયુટ ઉભા કરી સ્‍કીલવર્કસ ઉભા કરી તેમના માટે રોજગારીની તકો ઉભી કરવામાં આવી રહી છે. જેના માટે ૨૦ એવા
સર્વિસ સેક્‍ટરો શોધી કાઢવામાં આવ્‍યા છે જેથી દેશનું અર્થતંત્ર વેગવંતુ બને અને યુવાનો રોજગારી મળી શકે. કાર્યક્રમ બાદ કેમ્‍પસના પટાંગણમાં કેન્‍દ્રિય મંત્રીના હસ્‍તે વૃક્ષારોપણ થયુ હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY