ટેમ્પો ચાલકને બચાવવામાં ૧૦૮ની એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, ૪ ઈજાગ્રસ્ત

0
7

ભરૂચ,તા.૨૮
ભરૂચ નજીક આવેલા નેશનલ હાઇવે ૪૮ પર અકસ્માત સમયે બચાવ કામગીરી કરી રહેલી ૧૦૮ની એમ્બ્યુલન્સને જ અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં ઘાયલ થયેલા ૧૦૮ના એક કર્મચારીને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે મળતી માહિતી અનુસાર, વાત કરવામાં આવે તો ભરૂચના વરેડિયા નજીક આવેલા નેશનલ હાઇવે ૪૮ પર વહેલી સવારે એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોની કેબિનમાં ટ્રક ચાલક ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ ૧૦૮ની ટીમને થતા ગણતરીના સમયમાં ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી અને ટેમ્પો ચાલકને ટેમ્પામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જે સમયે ૧૦૮ના ૪ કર્મચારીઓ બચાવ કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત થયેલા વાહન સાથે બીજા ટેમ્પો અથડાયો હતો. જેના કારણે બચાવ કામગીરી કરી રહેલા ૧૦૮ના ૪ કર્મચારીઓ ફંગોળાયા હતા.
આ ઘટનામાં ૧૦૮ના એક કર્મચારીને હાથના ભાગે ઈજા થઈ હતી. આ કારણે તેને સરવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે હાઇવે પર થોડીવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ કારણે સ્થાનિક પોલીસે સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આ અકસ્માત કોની બેદરકારીના કારણે થયો છે, તે જાણવા પોલીસે કામગીરી શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY