જુનાગઢ,તા.૨૭
ગિરનારમાં લીલી પરિક્રમામાં લાંચનરૂપ કિસ્સો સામે આવ્યો છે. પાંચ શખ્સોએ ૧૧ વર્ષના બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધવાવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી વિગત મુજબ ૧૯ નવેમ્બરે જીણા બાવાની મઢી પાસે ઘટના બની હતી. જેમા મોરબી પંથકનો બાળક પરિક્રમા કરવા જૂનાગઢ આવ્યો હતો. જીણા બાવાની મઢી પાસે સેવા કરવા રાતવાસો કર્યો હતો જેમાં રાજપર ગામના જ હર્ષદ, નવનીત વશરામ, બાવન દેવશી, જયેશ ભગવાનજી અને જનક રવજી નામના પાંચ શખ્સો પણ રોકાયા હતા. જેને રાત્રે બાળકને ડરાવી મોં પર હાથ વડે ડૂમો દઇ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જા કે બાળક ડરના માર્યો કશુ બોલ્યો ન હતો. પરંતુ પરિક્રમા પૂરી કરી તે ગામડે ગયો ત્યારે પિતાને આપવીતી જણાવતા પિતા ચોંકી ગયા હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





