સુરત,તા.૨૭
નેશનલ હાઈ વે નંબર ૪૮ પર પારડી નજીક મુંબઈ તરફના ટ્રેક ઉપર વહેલી પરોઢિયે ટ્રક ચાલકને ઝોકું આવી ગયું હતું. ઝોકું આવી જતા આગળ ચાલતી અન્ય ટ્રકમાં પાછળના ભાગેથી ટ્રક અથડાવી દેતા કેબિનમાં દબાઈ જતા ટ્રક ચાલકનું મોત થયું હતું. જ્યારે ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અમદાવાદ મુંબઈ નેશનલ હાઇ વે નંબર ૪૮ ઉપર વહેલી પરોઢિયે ૫ વાગ્યાની આસપાસમાં અમદાવાદથી મુંબઈ તરફ પુરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રક નંબર જીજે ૧૬ એવી ૩૪૪૪ માં સવાર ચાલક રાજુ રામલખન યાદવને સ્ટેરિંગ ઉપર ઝોકું આવી જતા ટ્રક ઉપરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી અન્ય ટ્રક નંબર ડીએન ૦૯ પી ૯૬૧૮ માં પાછળના ભાગે ધડાકા ભેર અથડાવી દેતા રાજુ રામલખન યાદવ ટ્રકની કેબિન માં દબાઈ ગયો હતો. જ્યારે ક્લીનર પણ ઊંઘતો હોય તેને પણ ઈજાઓ થઈ હતી. ઘટના બાબતે સ્થાનિકો દ્વારા ૧૦૮ને જાણકારી આપવામાં આવતા સવારે ૧૦૮ સ્થળ ઉપર પહોંચ્યા બાદ કેબિનમાં દબાઈ ગયેલા રાજુ યાદવને બહાર કાઢવા માટે સતત એક કલાક જહેમત કરવી પડી હતી જેને બહાર કાઢ્યા બાદ સારવાર માટે પારડી દમણી ઝાંપા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





