સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે નર્મદા જીલ્લાના હજારો આદિવાસી પરિવારોની સરકારે જમીનો પડાવી લીધી.સરકારે જાહેરાત કરેલુ વળતર આજસુધી આપવામાં આવ્યું નથી.સાથેજ આદિવાસીઓની જમીન પડાવવાનુ સરકાર દ્વારા દબાણ દરરોજ વધારે ને વધારે થય રહ્યુ છે.આદિવાસી સમાજને પાયમાલ કરી નાંખવા માંગી રહી હોય તેમ સ્પષ્ટ જોવાય રહ્યુ છે.જ્યારે ગ્રામ સભા દ્વારા ઠરાવ કરીને જમીન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હોવા સત્તા સરકાર ગ્રામ સભાના ઠરાવોને માન્યા વગર પોતાની મનમાની કરી રહી હોય તેમ સ્પષ્ટ જોવાય રહ્યુ છે.જ્યારે રાફેલ મુદ્દે કુદાકુદ કરતી કોગ્રેસ કેવડીયા ખાતે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ ઉપર કેમ ચુપ છે.આમ જોતા ખરેખર ભાજપા અને કોગ્રેસ બંને એક ચિક્કાની બે બાજુઓ હોય તેમ સ્પષ્ટ જોવાય રહ્યુ છે.સત્તા માટે રાફેલ પર મુદ્દો ગરમાતો હોય તો કેવડીયા પર થતા લાઠીચાર્જ પર કેમ નહી.નેશનલ એક્સપ્રેસ વે ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર ના નામે જમીનો પડાવવામાં આવી રહી એના પર કેમ નહી.કેવડીયા ભારતીય સંવિધાનની અનુસૂચિ5 મા આવેલો વિસ્તાર છે.જોતા સ્પષ્ટ જોવાય રહ્યુ છે કે ભાજપા હોય કોગ્રેસ યા કોઈપણ હોય તમામ આજે સંવિધાનથી નહી પણ પોતાના પાવરનો ઉપયોગ કરી ને આદિવાસીઓની જમીન પડાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




