ચારે બાજુ મોદીની પબ્લિસીટી થઇ રહી છે,પૈસા ક્યાંથી આવે છે?: રાહુલ ગાંધી

0
6

ફતેહપુર સિકરી,તા.૧૫
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી,મબાસચિવ પ્રિયકાં ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધીયાએ આજે યુપીનાં અલીગઢની મુલાકાત કરી હતી. તેમણે ફતેહપુર સિકરીથી રેલી શરૂ કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ પહેલા ન્યુનતમ આય યોજના(NYAY)રથનો લીલીઝંડી બતાવી હતી.ત્યારબાદ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં.
મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ જણાંવ્યું કે,આજે દરેક જગ્યાએ માત્ર પીએમ મોદીની વાહવાહી થઇ રહિ છે. ટીવી-અખબારો પાસે આટલા પૈસા કિયાથી આવે છે? કારણ કે ટીવી પર ૩૦ સેકન્ડ માટે લાખો રૂપિયા ચુકવવા પડે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીના ફતેહપુર સિકરીમાં જનસભા સંબોધતા જણાવ્યુ કે દેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો અનિલ અંબાણ પાસેથી નાણા લઈને દેશના ગરીબને આપીશુ. પરંતુ ગરીબોને ન્યાયની યોજનાનો લાભ આપવા માટે કોંગ્રેસ કોઈપણ પ્રકારનો ટેક્સ નહી વધારે. તેમણે કહ્યું કે સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવાની વાત કરશે તો અમે પણ ખેડૂતોના દેવા માફીની વાત બંધ કરીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY