આ મુદ્દે માત્ર પંચાયતની જ નહિ પણ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરાશે
મુંબઈ,તા.૧૦
પીડીપીના સુપ્રીમો તથા જમ્મૂ અને કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ ઘોષણા કરી કે રાજ્યમાં થનાર પંચાયતની ચૂંટણીનો તેમની પાર્ટી બહિષ્કાર કરશે. સોમવારે શ્રીગનરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મહેબૂબાએ સ્પષ્ટ કહી દીધું કે ‘૩૫-એ ને બચાવવા માટે અમે કોઈપણ હદ સુધી જઈશું.’ મહેબૂબાએ કહ્યું કે રાજ્યના લોકોએ ઘણા બલિદાન આપ્યા છે અને કોઈપણ કલમ ૩૫એ સાથે છેડછાડ ન કરી શકે. તમને જણાવી દઈએ કે ફારુખ અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફ્રેન્સ પહેલા જ કહી ચૂકી છે કે જો કેન્દ્ર સરકાર ૩૫-એ ને બચાવવા માટે કોઈ પગલાં નહી ઉઠાવે તો તેઓ આ મુદ્દે માત્ર પંચાયતની જ નહી પણ લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે.
પીડીપી તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૫એ મામલે અટકેલી સુનાવણીને જેવી રીતે સ્થાનિક ચૂંટણી સાથે જોડીને હાલાત પેદા કરવામાં આવી રહ્યા છે તે લોકોની માનસિકતા માટે ગંભીર ખતરારૂપ છે, જે ખરેખર આ રાજ્યના ખાસ સંવિધાન પર એક હુમલા તરીકે જુએ છે. પૂર્વ સીએમ તરફથી આકરી ચેતાવણી પણ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એમણે પહેલા જ ભાજપ અને પીએમ મોદીને આ વિશે જણાવી દીધું છે કે ૩૫એ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન નહીં કરવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





