બોટાદ L.C.B.દ્વારા મારા મારીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે ધકેલવામાં આવ્યો

0
241

અશોક કુમાર,નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ દ્વારા મારા મારીના ગુન્હાઓ તથા અન્ય તમામ ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા/હદપાર દરખાસ્ત કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બોટાદ જીલ્લામાં આવી પ્રવૃતિઓ કરતા ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરવા કડક સુચના આપેલ હોય, જે અન્વયે મારામારીના ગુન્હામાં સંડોવાયેલ મંગળુભાઇ દાદભાઇ ભીસરીયા રહે.ગઢડા, તા.ગઢડા જી.બોટાદ વાળા વિરૂધ્‍ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ સુજીત કુમાર દ્વારા તેના વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી સ્ટાફના એ.અસ.આઇ. દિનેશભાઇ, હે.કો. લક્ષ્મણદેવસિંહ, જીજ્ઞેશભાઇ, પ્રવિણસિંહ, ભગવાનભાઇ, રામદેવસિંહ, હેમરાજભાઇ, વનરાજભાઇ તથા પો.કોન્સ. બળદેવસિંહ, ક્રિપાલસિંહ, જયપાલસિંહ, પુરવભાઇ, તરૂણભાઇ, યોગેન્દ્રસિંહએ મજકુર ઇસમની વોરંટની બજવણી કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY