અમદાવાદમાં મનપા દ્વારા ડિમોલેશન કાર્યવાહી, ગેરકાયદેસર દુકાનો જમીનદોસ્ત કરાઈ

0
17

અમદાવાદ,
તા.૨૮/૪/૨૦૧૮

શહેરમાં મનપાએ જજીસ બંગલો વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પા‹કગની જગ્યામાં ઊભી કરાયેલી ગેરકાયદે દુકાનો તોડી પાડીને દબાણ હટાવાયું છે.

૫થી વધુ દુકાનો પણ તોડી દેવામાં આવી છે. મહત્વનું છે કે શહેરનાં જજિસ બંગ્લોઝમાં એક શોપિંગમાં આવેલ પા‹કગની જગ્યામાં ઊભી કરાયેલ જગ્યામાં કેટલીક ગેરકાયદેસર દુકાનો ઊભી કરી દેવામાં આવી છે. જેને લઇ મનપા દ્વારા એક્શન લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં આવી રીતે વારંવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે મનપા દ્વારા જ્યારે પણ જાહેર રોડ પર ખુલ્લેઆમ લારીઓ ઊભી રાખવામાં આવે છે અને એ પણ બિનકાયદેસર રીતે જ્યારે પણ લારીઓ ઊભી રાખવામાં આવે છે ત્યારે પણ એમનાં પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

મહત્વની બાબત તો એ છે કે લારી ગલ્લાનાં કારણે યુનિવર્સિટી રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાને લઇ તે વખતે ન્ડ્ઢ કોલેજ સુધીની દીવાલથી લઇને લાઇનબંધ ખાણી પીણીનાં લારી ગલ્લાનું દબાણ હતું.

અનેક વખત દબાણો દૂર કરવાનાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં તેમ છતાં આ મામલે તેઓને નિષ્ફળતા મળી હતી. જા કે બાદમાં સમસ્યા સર્જાતાં આ મામલે કડક બંદોબસ્ત સાથે ગેરકાયદે રહેલાં દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. તે જ રીતે મનપાએ જજીસ બંગલો વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY