અમદાવાદ,
તા.૧૦/૫/૨૦૧૮
શહેરમાં આવેલા વટવા વિસ્તારમાં સદ્દભાવના પોલીસ ચોકી પાસેના ખાલી ગરીબ આવાસ યોજનાના મકાનોમાં ચારથી વધુ કપાયેલી ગાયોના અવશેષો મળી આવ્યા છે. જેને પગલે માલધારીઓએ પોલીસને જાણ કરતા વટવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
જાણવા મળ્યા મુજબ, અહીંથી ત્રણ દિવસ પહેલા ગાયોની ચોરી થઈ હતી, આ જ ગાયો કપાયેલી હાલતમાં મળી આવતા માલધારીઓમાં રોષ જાવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વટવા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મત વિસ્તાર છે. જા ગૃહમંત્રીના મત વિસ્તારમાં જ ગાયો સલામત ના હોય તો બીજા વિસ્તારોની તો વાત જ શું કરવી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"