પુરપાટ ઝડપે આવતાં વાહને ૧૭ને કચડ્યા, ૭નાં મોત

0
18

ભંડારા,
તા.૧/૫/૨૦૧૮

મહારાષ્ટના ભંડારા જિલ્લાના લાખની ગામમાં પુરપાટ ઝડપે આવતાં વાહને ૧૭ લોકોને કચડી નાખ્યા. જેમાં સાત લોકોના મોત નીપજ્યાં છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, આ અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર થયેલા લોકોને નજીકની ખાનગી હોસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ભયંકર અકસ્માત બાદ ઉશ્કેરાયેલાં લોકોએ વાહનની તોડફોડ કરી હતી.

મહારાષ્ટમાં ગઈ કાલે સોમવારે પણ મોટી ર્દુઘટના બની હતી, જેમાં ૧૨ લોકોનાં મોત થયાં હતાં. જેમાં પહેલી ઘટના સોમવારે પુણે એકસપ્રેસ વે પર બની હતી, જેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે બીજી ઘટના આજે મહારાષ્ટના ભંડારા જિલ્લામાં લાખનીમાં બની હતી, જેમાં ઝડપથી દોડી આવતી કારે ૧૭ લોકોને કચડી નાખ્યા હતા. જેમાં સાત લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ૧૦ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

જા કે ખાસ વાત એ છેકે બંને જ અકસ્માત કરનાર વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ભંડારા જિલ્લાના લાખનીમાં થયેલ ઘટનાનો સીસીટીવી ફૂટેજ બહાર આવ્યો છે. જેમાં વાહન ફૂલ સ્પીડમાં દોડી આવતું જાવા મળી રહ્યું છે. લાખનીમાં સ્થાનિક લોકોએ વાહનની તોડફોડ કરી હતા. તેમજ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જે ઘટના બની હતી તે અંગે પોલીસ વડા યોગેશ મોરેએ જણાવ્યું કે માનર્ખુદના રહીશ એવા છ લોકો લગ્નમાં એક વાહનમાં પુણે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં વાહન બગડતાં પાંચ લોકો વાહનને ધક્કો મારતા હતા ત્યારે પાછળથી આવતો ટેમ્પો તેમના પર ફરી વળતાં પાંચના મોત થયાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY