લખનઉ,
તા.૧/૫/૨૦૧૮
ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. એક દલિતે ખેતરમાં પાક લણવાની ના પાદી દેતા તેને તેનો જ પેશાબ પીવડાવી દીધો હતો. ઘટનાની વિગત એવી છે કે, ૪૩ વર્ષના સીતારામ સાથે આ ઘટના બની હતી. તેણે કહ્યું કે, આઝમપુર બીસાઉલીયા ગામના લોકોએ તેમની સાથે આ અત્યાચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે તેમણે ઘંઉનો પાક લણવા જવાની ના પાડી તો તેમને તેમનો જ પેશાબ પીવારાવી દીધો હતો.
આ બનાવ ૨૩ એપ્રિલના રોજ બન્યો હતો પણ આ અંગેનો ગૂનો ગત શનિવારે નોંધાવ્યો હતો. બદાઉનના પોલીસ અધિક્ષક અશોક કુમારે જણાવ્યુ કે, આ ઘટના ધ્યાન ઉપર આવતા હજરતપૂર પોલીસ સ્ટેશનના હાઉસ ઓફિસર રાજેશ કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે આ ગૂનો નોંધવામાં મોડૂ કર્યુ હતુ.
ફરીયાદી સીતારામે જણાવ્યુ કે, આરોપી વિજય સિંઘ ઇચ્છતો હતો કે હું તેને ત્યાં મજુરીએ જાંઉ અને તેના ખેતરમાં ઉભેલા ઘંઉના પાકની લણણી કરુ. પણ એમ કરવાની ના પાડી. જે તેને ગમ્યુ નહીં. આ પછી તેણે મને મારવાનું શરૂ કર્યુ. મારી મૂંછો ખેંચી અને ત્યારબાદ મારા મોંઢામાં પેશાબ નાંખ્યો.
પોલીસે આ બનાવ સંદર્ભે ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં વિજય સિંઘ, વિક્રમ સિંઘ, સોમપાલ સિંઘ અને પિંકુ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પોલીસ અધિક્ષકે જણાવ્યુ કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, આવી ઘટના ખરેખર બની છે. તેમણે એમ પણ કહ્યું કે, દલિત વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો તે વાત સાચી છે. અન્ય આરોપો પર તપાસ ચાલી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"