મોરબી :હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં આજે પ્રવેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. જેમાં ધોરણ 1-ના બાળકોને તિલક કરીને કાર્ટુન ટોપી પહેરાવવામાં આવી હતી. શાળાના સંચાલક દ્વારા તમામ બાળકોને ડબલ લાઈન નોટબુક, પેન્સિલ, સંચો જેવા સાધનોની નાનકડી કીટ આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના અન્ય વિદ્યાર્થીઓ બહેનોએ સર્વ શિક્ષા અભિયાનની થીમ સોંગ ‘સ્કૂલ ચલે હમ’ અભિનય ગીત રજૂ કરી ધોરણ એકના બાળોકોનાં મન મોહી લીધા હતા. કવિશ્રી જાવેદ અખ્તર સાહેબ લિખિત આર.ટી.ઈ.ના થીમ સોંગ ‘ટન ટન ટન સુનો ઘંટી બજી સ્કૂલ કી’ અને ‘બમ બમ બોલે’ ગીત પર તમામ વિદ્યાર્થીઓએ સમૂહ ડાન્સ કર્યો હતો. ધોરણ એકના વર્ગ શિક્ષક હેતલબેન ચાવડાએ તમામ વિદ્યાર્થીઓને ઈનામ પણ એનાયત કર્યા હતા.
મયુર રાવલ હળવદ
Mo. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



