મુંબઈ,તા.૧૫
અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર મૂકેલા આરોપ બાદ બોલિવૂડમાંથી એવી બીજી પણ અભિનેત્રીઓ સામે આવી જેમણે પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે ખુલાસો કર્યો. આવામાં વધુ એક અભિનેત્રીનું નામ સામે આવી રહ્યું છે. જેણે પોતાની સાથે થયેલા યૌન શોષણનો ખુલાસો કરી બધાને ચોંકાવી દીધા છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ની અભિનેત્રી ફાતિમા સના શેખે જણાવ્યું કે, તે પોતે યૌન શોષણનો શિકાર બની ચૂકી છે. ઇન્ટરવ્યુમાં તેને વધતાં યૌન શોષણ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ફાતિમા સના શેખે કહ્યું હતું કે, તે પોતે ભોગ બની ચૂકી છે. જોકે, તેણે કહ્યું કે, તે આ અંગે કોઇ વાત કરવા માગતી નથી.
ફાતિમાએ કહ્યું કે, તે પોતાના જીવન સાથે જાડાયેલી એવી કોણપણ વાત કોઇની સાથે શેર કરવા માગતી નથી. આવા મામલાને તે પોતે જ પોતાની રીતે ડીલ કરશે. સાથે જ તેણે ‘મી ટુ’ અભિયાનના વખાણ કરતાં કહ્યું કે, તે સારું છે કે સમાજે સેક્સુઅલ હેરેસમેન્ટ જેવા મુદાઓ પર વાત કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે હવે લોકો આવું કંઇક કરવાથી ડરી પણ રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



