એસ્સાર પોર્ટે એિ­લ-મે ૨૦૧૯માં કાર્ગો થ્રૂપુટમાં વિક્રમ વૃદ્ધિ કરી

0
8

સુરત, તા.૧૧
ભારતમાં પૂર્વ અને પિમનાં બંદરો પરથી કાર્યરત એસ્સારનાં પોર્ટ બિઝનેસે ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રથમ બે મહિનામાં એિ­લથી મે ૨૦૧૯ કાર્ગો વોલ્યુમમાં ૨૯ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જેમાં થ્રૂપુટ ૭.૨ એમટી (મિલિયન ટન) છે.
જ્યારે ગયા નાણાંકીય વર્ષના સમાન ગાળાની સરખામણી કરવામાં આવે ત્યારે થર્ડ પાર્ટી કાર્ગોમાં ૧૩૧ ટકાનો વધારો થયો છે. કેપ્ટિવ ગ્રાહકો પાસેથી કાર્ગો વોલ્યુમમાં પણ ૧૧ ટકાનો વધારો થયો છે.
મે ૨૦૧૯નાં મહિનામાં જ ચાર ટર્મિનલ્સે સંયુક્તપણે આશરે ૪.૮ એમટી કાર્ગોનું સંચાલન કર્યુ હતું. જે મે ૨૦૧૮માં સંચાલિત ૩.૬ એમટી કાર્ગોની સરખામણીમાં ૩૪ ટકાની વૃદ્ધિ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY